શ્રીમદ ભાગવત : પુસ્તક પરિચય
સારા સંસ્કારો/ સુવિચારો તથા આપણી ભારતીય સંસ્કૃતિનો મહાન ગ્રંથ એવા “શ્રીમદ્ ભાગવત પુરાણ”ની કથાનો સંક્ષેપમાં તેમજ “હેન્ડી સાઈઝ”માં પ્રકાશિત કરીને માત્ર સીનીયર સીટીજનો/ વૃદ્ધો જ શ્રીમદ્ ભાગવત વાંચે એવી માન્યતાને તોડીને આજની યુવા પેઢી પણ આ ગ્રંથ વાંચી રહેલ છે. તેમજ શ્રીમદ્ ભાગવત વાર્તા રૂપે નાના બાળકોમાં સદ્વિચારોના ઉત્તમબીજ યોગ્ય સમયે રોપાઈ રહ્યાં છે જેના શુભફળ ભવિષ્યમાં અનેક ગણાં ગુણાકાર થઈને ઊગી નિકળશે તેવી શુભકામના સાથે આ ગ્રંથ પ્રકાશિત/વિતરીત કરવામાં અસંખ્ય ભાગવત પ્રેમીનો તન, મન, ધનથી સહકાર મળી રહ્યો છે. તે સર્વોનો હું ઋણી છું.
શ્રીમદ્ ભાગવત માહાત્મ્ય
सच्चिदानन्द रूपाय विश्वोत्पत्यादिहेतवे । तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमामः ॥
જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશના કારણરૂપ છે અને જે આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક એમ ત્રણે પ્રકારનાં દુઃખોનો નાશ કરનાર છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણને અમે નમન કરીએ છીએ.
શ્રીમદ્ ભાગવત ભક્તિપ્રધાન ગ્રંથ છે, જે માનવજીવનમાં ચેતના પ્રગટાવે છે. ભાગવતમાં કુલ બાર સ્કંધ છે, ૩૩૫ અધ્યાય છે અને અઢાર હજાર શ્લોકોનું બનેલું છે.
મહાભારતનાં અઢાર પર્વ છે. ગીતાના અઢાર અધ્યાય છે. પુરાણો અઢાર છે. ઉપ-પુરાણો પણ અઢાર મનાય છે.
શ્રીમદ્ ભાગવત માનવને ઈશ્વરની નવધા ભક્તિ કરવા સૂચવે છે. દરેક માનવીએ તે માટે કોશિશ કરવી જોઈએ. માનવે ભક્તિ એવી કરવી જોઈએ કે આંખો બંધ કરતા સાક્ષાત્ ઈશ્વર મન:ચક્ષુ સમક્ષ દેખાય. ભક્તિભાવ, આબાલવૃદ્ધમાં ચેતના પ્રગટાવે છે; ઈશ્વરનાં ધ્યાન અને જપ દ્વારા ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે છે.
નવધા ભક્તિ
ઈશ્વરભક્તિના નવ પ્રકાર છે. ૧. શ્રવણ ૨. કીર્તન ૩. સ્મરણ ૪. પાદસેવા ૫. અર્ચન ૬. વંદન ૭. દાસ્ય ૮. સખ્ય ૯. આત્મનિવેદન.
જગદ્ગુરુના સ્વરૂપે નારાયણ ભગવાન સાગરમાં પોઢ્યા છે. તેમની નાભિમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. નારાયણ ભગવાને બ્રહ્માજીને ચતુઃશ્લોકી ભાગવત કહ્યું. બ્રહ્માજીએ નારદજીને, નારદજીએ વેદવ્યાસજીને અને વેદવ્યાસે પોતાના પુત્ર શુકદેવજીને કહી સંભળાવ્યું.
• શ્રીમદ્ ભાગવત સંક્ષેપ ૧•
સુખની કોઈ ક્ષણ દુઃખોથી ઘેરાયેલ ન હોય તે સંભવ નથી
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें